કાર્યક્રમો અને યોજનાઓ

અન્ય યોજનાઓ

માછીમારો માટે ડિઝલ વેટ રાહત યોજના

એક કે તેથી વધુ ર૦ મીટર થી ઓછી લંબાઇની યાંત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના તમામ માછીમારોને બોટ એન્જીનના હોર્સ પાવર વાઇઝ નિયત થયેલ ટ્રીપવાઇઝ તથા વાર્ષિક મહત્તમ ડિઝલના ક્વોટા મુજબ અને સરકારશ્રી દ્વારા માન્ય ડિઝલ પંપો પાસેથી માછીમારીના હેતુ માટે ખરીદેલ ડીઝલ ઉપર પ્રતિ લીટર મહત્તમ રૂ.૧૫/- ની વેટ રાહત આપવામાં આવે છે.

મત્સ્યોધોગના હેતુ માટે ઓ.બી.એમ. બોટધારક માછીમારોને કેરોસીન ખરીદી ઉપર સહાય

મત્સ્યોદ્યોગના હેતુ માટે ઓ.બી.એમ. થી ચાલતી નાની હોડીઓ ધરાવતા માછીમારોને કેરોસીન ખરીદી ઉપર પ્રતિ બોટ, પ્રતિ લીટર રૂ. ૨૫/- ની સહાય મળવાપાત્ર છે. આવી સહાય પ્રતિ માસ, પ્રતિ બોટ મહત્તમ ૧૫૦ લીટર કેરોસીનની ખરીદી ઉપર મળવાપાત્ર રહેશે.

માછીમાર કલ્‍યાણકારી આવાસ યોજના

માછીમાર કલ્‍યાણકારી યોજના અંતર્ગત રાજય આવાસ વિહોણા માછીમારોને આવાસ બાંધકામ માટે રૂા.૧,૨૦,૦૦૦/-ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. ર૦ આવાસ દીઠ એક ટયુબવેલ બનાવવા માટે રૂા.૫૦,૦૦૦/- તથા ૭પ આવાસ દીઠ એક કોમ્‍યુનીટીહોલ બનાવવા માટે રૂા.૪,૦૦,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે.

સકીય માછીમારો માટેની જુથ અકસ્‍માત વિમા યોજના

દરીયાઇ અને આંતરદેશીય વિસ્‍તારના રાજયનાં તમામ સક્રીય માછીમારોને સદરહું યોજનામાં આવરી લેવામાં આવેલ છે.તે મુજબ કુલ ર,૧૮,ર૭૦ સક્રીય માછીમારોને લાભ આપવામાં આવનાર છે.સદરહું યોજનામાં સક્રીય માછીમારોને અકસ્‍માતે અવસાન અથવા કાયમી અપંગતાના કિસ્‍સામાં રૂા.૨,૦૦,૦૦૦/- અને અકસ્‍માતે અંશતઃ અંપગતાના કિસ્‍સામાં રૂા.૧,૦૦,૦૦૦/-નું વીમા કવચ પુરૂ પાડવામાં આવે છે. તથા રૂ.૧૦,૦૦૦/- તબીબી સારવાર પેટે મળવાપાત્ર છે.

માછીમાર માટેની અકસ્‍માત માછીમારો સહાય યોજના

રાજયનાં કુલ ર,૧૮,ર૭૦ સક્રીય માછીમારોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે. આ યોજનાનો લાભ નીચે મુજબ મળવાપાત્ર છે.

  • રાજ્યના સક્રીય માછીમારનું માછીમારી વખતે કોઇપણ જળવિસ્તારમાં અવસાન પામે તો તેના કાયદેસરના વારસદારને રૂ.૨,૦૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે.
  • રાજ્યનો સક્રીય માછીમાર માછીમારી વખતે દરીયાઇ વાવાઝોડા અથવા અન્ય કોઇ કુદરતી આપત્તિમાં ગુમસુદા / લાપતા થાય અને એક વર્ષ સુધી તેની લાશ ન મળે તેવા કિસ્સામાં ગુમસુદા/લાપતા માછીમારના કાયદેસરના વારસદારને રૂ.૨,૦૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે.
  • રાજ્યનો સક્રીય માછીમાર માછીમારી વખતે પાકીસ્તાન મરીન ઓથોરીટી દ્વારા પકડાય અને પાકીસ્તાન જેલમાં તેનું અવસાન થવાના કિસ્સામાં આવા માછીમારના કાયદેસરના વારસદારને રૂ.૪,૦૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે.
  • http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  •  ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.gswan.gov.in, જી.એસ.ડબલ્યુ.એ.એન : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://vibrantgujarat.com/, Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
  • DigiLocker
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation