કાર્યક્રમો અને યોજનાઓ

ભાંભરા પાણી મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ

ભાંભરા પાણી મત્સ્યોદ્યોગ

ભારતના દરીયા કિનારાના ૬૦૦૦ કી.મી. વિસ્તારમાં આશરે ૧૪.૨ લાખ હેકટર જેટલો ખારાશવાળો પટ્ટો ભાંભરાપાણીના મત્સ્યોધોગના વિકાસ માટે ઉપલબ્ધ છે. આ કિનારા વિસ્તારની બીનફળદ્રુપ પડતર જમીનનો ઉપયોગ મત્સ્ય ઉત્પાદન વધારવા માટે કરવા ઉપરાંત ભાંભરાપાણીમાં મત્સ્ય ઉછેરથી "ઝીંગા" જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખુબ જ અગત્યતા ધરાવે છે તથા વિદેશી હુંડીયાણુ કમાવી આપે છે. તેનો ઉછેર કરી સારુ ઉત્પાદન મેળવી શકાય છે. આંતરરાષ્ટ્રીય બજારની માંગને પહોંચી વળવા આપણા દેશના ભાંભરાપાણીના વિસ્તારોનો વિકાસ કરી અને તેમાં મત્સ્ય ઉછેર કરવાની ખુબ જ આવશ્યકતા છે. ગુજરાત રાજયમાં પ્રાથમિક સર્વે મુજબ ૮૯,૦૦૦ હેકટર જમીન ભાંભણાપાણીમાં ઝીંગા ઉછેર માટે વધુ અનુકુળ છે.

ભાંભરાપાણીમાં મત્સ્યોધોગનો વિવિધ ઘટકો

ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગ માટેની તાલીમ યોજના

ભાંભરાપાણીના મત્સ્યોદ્યોગ કરવા માંગતા વ્યકિતઓ/ ઇસમોને ભાંભરા પાણી મત્સ્યોદ્યોગને લગતી તાલીમ આપવામાં આવે છે. આ તાલીમનો સમયગાળો પાંચ દિવસનો છે.જેમાં તાલીમાર્થીને પ્રતિ દિન રૂ. ૧રપ/- લેખે સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવે છે.

એરેટરની ખરીદી ૫ર નાણાંકીય સહાય

ભાભરાપાણીમાં ઝીંગા ઉછેર પ્રવૃતિને વેગ આ૫વા માટે ઝીંગા ઉછેરોકોને એરેટરની ખરીદી ૫ર ૫૦% અથવા વધુમાં વધુ રૂ.ર૫,૦૦૦/-ની નાણાંકીય સહાય મળવાપાત્ર. એક અરજદારને વધુમાં વધુચાર યુનીટ સુધીની સબસીડી મળવાપાત્ર થશે. એક લાભાર્થીને હેકટર દીઠ એક અને વધુમાં વધુ ચારએરેટર પર સહાય મળવાપાત્ર થશે. પાંચ વર્ષ બાદ ફરીથી આ યોજનાનો લાભ મેળવી શકશે.

આ યોજના હેઠળ ઝીંગા ઉછેર ફાર્મ માટે રોડ, ડ્રેનેજ અને વીજળી પુરવઠાની સુવિધાઓ પુરી પડવામા આવે છે.

શ્રિમ્પ ફાર્મિંગ માટે ઈન્ફાસ્ટ્રકચર સુવિધા ઉભી કરવાની યોજના

ઝીંગા ઉછેર ફાર્મ માટે રોડ, ડ્રેનેજ અને વીજળી પુરવઠાની સુવિધાઓ ઉભી કરવા માટે ઝીંગા ઉછેર ફાર્મ ધારકોને માર્ગ અને મકાન વિભાગના ઇજનેર દ્વારા પ્રમાણિત કરેલ પ્લાન એસ્ટીમેટ મુજબ સરકારશ્રીના ખર્ચે સુવિધા પુરી પાડવામાં આવે છે.

શ્રિમ્‍પ ફાર્મિંગના વિકાસ માટે નાણાંકીય સહાય

આ કાર્યક્રમમાં પ્રથમ વર્ષે ર્ફામના બાંધકામના હેતુ માટે તથા ર્ફામ સુધારણા માટે નાણાકીય સહાય પુરી પાડવા આયોજન છે. નવા તળાવોના બાંધકામ/ કન્સટ્રકશન માટે ૫ હેકટર સુધીના જળવિસ્તાર(વોટર સ્પ્રેડ એરીયા)નાં ફાર્મ માટે પ્રતિ હેકટરે કેપીટલ કોસ્‍ટની સામે ર૫% સહાય અથવા વધુમાં વધુ રૂ.૬૦,૦૦૦/- અને મહતમ રુપિયા ૩.૦૦ લાખની મર્યાદામાં લાભાર્થીદીઠ નાણાંકીય સહાય સુચવવામાં આવે છે. તથા ર્ફામ સુધારણા/રીનોવેશન માટે ૫ હેકટર સુધીના જળવિસ્તાર(વોટર સ્પ્રેડ એરીયા)નાં ફાર્મ માટે પ્રતિ હેકટરે કેપીટલ કોસ્‍ટની સામે રપ% સહાય અથવા વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦/- અને મહતમ રુપિયા ૧.૦૦ લાખની મર્યાદામાં લાભાર્થીદીઠ નાણાંકીય સહાય આપવામાં આવેછે.આ યોજના હેઠળ ઝીંગા ઉછેર ફાર્મ માટે રોડ, ડ્રેનેજ અને વીજળી પુરવઠાની સુવિધાઓ પુરી પડવામા આવે છે.

ભાંભરાપાણીમાં મત્સ્યો..ના વિકાસ માટે બર્ડ ફેન્‍સીંગ અને ડોગ ફેન્‍સીંગ માટે નાણાંકીય સહાય

લાભાર્થીઓને ૫.૦૦ હેકટર સુધી ઝીંગા ફાર્મના ઉછેરકોને પોલીથીન લાઇનરની ખરીદી યુનીટ કોસ્‍ટ રૂા. ૫,૦૦,૦૦૦/- પ્રતિ હેક્ટરના ૨૫ ટકા અથવા રૂા. ૧,૨૫,૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે અને બર્ડ ફેન્‍સીંગ યુનીટ કોસ્‍ટ રૂા. ૧૦,૦૦૦/- પ્રતિ હેક્ટરના ૫૦ ટકા અથવા રૂા.૫,૦૦૦/- અને ડોગ ફેન્‍સીંગ યુનીટ કોસ્‍ટ રૂા.૨૫,૦૦૦/- પ્રતિ હેક્ટરના ૫૦ ટકા અથવા રૂા.૧૨,૫૦૦/- બેમાંથી જે ઓછુ હોય તે લાભ મળવાપાત્ર છે.

શ્રિમ્પ (પ્રોન) સીડ હેચરીની સ્થાપના માટે

હેચરીની યુનીટ કિંમત રુ.૪૦૦.૦૦ લાખ રાખેલ છે. જેમાં રાજય સરકારશ્રી ધ્વારા ૫૦ ટકા લેખે વધુમાં વધુ રુ.૨૦૦.૦૦ લાખની સહાય ચુકવવામાં આવે છે.હેચરીની યુનીટ કિંમત રુ.૪૦૦.૦૦ લાખ રાખેલ છે. જેમાં રાજય સરકારશ્રી ધ્વારા ૫૦ ટકા લેખે વધુમાં વધુ રુ.૨૦૦.૦૦ લાખની સહાય ચુકવવામાં આવે છે.  • http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  •  ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.gswan.gov.in, જી.એસ.ડબલ્યુ.એ.એન : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://vibrantgujarat.com/, Vibrant Gujarat 2019 - The Global Business Hub : External website that opens in a new window
  • DigiLocker
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation