છેલ્લા 10 વર્ષોમાં મત્સ્ય ક્ષેત્રનો વિકાસ
ખાતા વિશે

પ્રવૃત્તિઓ

ભારતના પશ્ચિમ કિનારે આવેલ ગુજરાત રાજય દેશનો ૧/૫ ભાગનો દરિયા કિનારાનો વિસ્‍તાર તેમજ ઇકોનોમીક એકસકલુઝીવ ઝોન ધરાવતો હોઇ મત્‍સ્‍યોદ્યોગ ક્ષેત્રે મોખરાનું સ્‍થાન ધરાવતું રાજય છે. જે દેશના કુલ દરીયાઇ ઉત્‍પાદનમાં ૨૫% જેટલો ફાળો આપે છે. વળી ૬ મોટા જળાશયો (ધરોઇ, કડાણા, પાનમ, ઉકાઇ, મધુબન અને કરજણ) તથા નાના મોટા જળાશયો તથા સરદાર સરોવરના કમાન્‍ડ એરીયાથી આંતરદેશીય મત્‍સ્‍યોદ્યોગની વિપુલ તકો ધરાવે છે.

૩.૭૬ લાખ હેકટર જેટલો ભાંભરાપાણીનો વિસ્‍તાર ધરાવતું રાજય હોઇ વલસાડ, સુરત, ભરૂચ જેવા દરિયાઇ વિસ્‍તારના જીલ્‍લાઓમાં ભાંભરાપાણી મત્‍સ્‍યોદ્યોગના વિસ્‍તારની વિપુલ તકો ધરાવે છે. જે ઝીંગા જેવી વધુ કિંમત ધરાવતી માછલી મળે છે. રાજયમાં ૧૦૫૮ મત્‍સ્‍યગામોમાં ૫.૫૯ લાખ માછીમારોની વસ્‍તિમાં ૨.૧૮ લાખ સક્રિય માછીમારોછે. જેઓ ૨૪૬૧૨ યાંત્રિક હોડીઓ તથા ૧૨૧૫૮ બિન યાંત્રિક હોડીઓ મળી કુલ ૩૬૭૭૦ હોડીઓ સાથે મત્‍સ્‍ય પકડાશ દવારા દરીયાઇ મત્‍સ્‍ય ઉત્‍પાદન ૬.૯૩ લાખ મે.ટન તથા આંતરદેશીય મત્‍સ્‍ય ઉત્‍પાદન ૦.૯૪ લાખ મે.ટન જેમાંથી ૨.૪૨ લાખ મે.ટન પરદેશ નિકાસ કરી રૂ. ૨૯૨૯.૬૧ કરોડનું વિદેશી હૂંડીયામણ કમાવી દેશના આર્થિક વિકાસમાં મહત્‍વનો ફાળો આપે છે.

મત્સ્યોદ્યોગ પ્રવૃતિ ને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી શકાય:

 • આંતરદેશીય મત્સ્યોદ્યોગ (મીઠા પાણીનો મત્સ્યોદ્યોગ)
 • ભાંભરાપાણીનો મત્સ્યોદ્યોગ (ઝીંગા ઉછેર)
 • દરીયાઇ મત્સ્યોદ્યોગ

આંતરદેશીય મત્સ્યોદ્યોગ

 • મત્સ્ય બીજ ઉત્પાદન
 • સ્થાનિક માછીમાર યુવાનો દવારા મત્સ્યબીજનો ઉછેર (ગ્રામ્ય રોજગારી)
 • ગ્રામ્ય તળાવોમાં મત્સ્યોદ્યોગ (મત્સ્ય ઉત્પાદન તથા ગ્રામ્ય રોજગારી)
 • જળાશય મત્સ્યોદ્યોગ (સ્થાનિક માછીમારોને રોજગારી)
 • સ્થાનિકો દવારા છૂટક મત્સ્ય વેંચાણને પ્રોત્સાહન

ભાંભરાપાણીમા મત્સ્યોદ્યોગ

 • રાજય સરકારની પોલીસી મૂજબ રેવન્યુ ડીપાર્ટમેન્ટ મારફત જમીનની ફાળવણી
 • કોસ્ટલ એકવાકલ્ચર ઓથોરીટી એકટ મુજબ એકવા કલ્ચર ફાર્મનું રજીસ્ટ્રેશન
 • આનુસાંગિક માળખાકીય સવલતો પુરી પાડવી જેવી કે રોડ, વીજ લાઇન, પીવાનું પાણી વિ.
 • ભાંભરાપાણીના મત્સ્યોદ્યોગ ની તાલીમ

દરીયાઇ મત્સ્યોદ્યોગ

 • પરંપરાગત માછીમારોને સહાય ( પગડીયા માછીમાર સહાય, નાની હોડીઓ માટે બહારના યંત્રોમાટે સહાય, ગીલનેટની ખરીદી ઉપર સહાય )
 • સલામત અને નફાકારક મત્સ્યોદ્યોગ (લાઇફ સેવીંગ ના સાધનો તથા જી.પી.એસ., ફીશ ફાઇન્ડર જેવા આધુનીક સાધનો ઉપર સહાય)
 • આધુનીક સાધનો જેવાકે ઇલે. ઇકવીપમેન્ટ, સોલાર લેન્ટર્ન, સી.એલ.એફ. વિ. ઉપર સહાય.
 • પાકીસ્તાન કસ્ટડીમા રહેલ માછીમારોનાં કુટુંબોને આર્થિક સહાય.
 • માછીમારોને ડીઝલની ખરીદી ઉપર ચુકવેલ વેટની રાહત.

આનુ સાંગિક સગવડો

 • ત્રણ ફીશરીઝ ટર્મીનલ ડીવીઝન , વેરાવળ, માંગરોળ, પોરબંદર
 • બે મત્સ્ય બંદરો , જખૌ તથા ધોલાઇ
 • ૧૮ મત્સ્ય ઉત્તરાણ કેન્દ્રો
 • મત્સ્ય બંદરો ખાતે ડ્રેજીંગની સુવિધા
 • નવા મત્સ્યબંદરો વિક્સાવવા.
 • મત્સ્ય ઉતરાણ કેન્દ્રોખાતે પાયાની સવલતો પૂરી પાડવી.

કલ્યાણકારી યોજનાઓ

 • તમામ સક્રીય માછીમારોને રૂ. ૧.૦૦ લાખનું વીમા કવચ
 • ઘરવિહોણા માછીમારોને વસાહતની સુવિધા
 • આદિજાતિ તથા અનુ.જાતિની વસાહતમાંરોડ, લાઇટ, તથા પીવાના પાણીની સુવિધા.

કાયદાઓની અમલવારી (Regulatory Function)

 • મરચન્ટ શીપીંગ એકટ- ૧૯૫૮ તળે ફીશીંગ બોટો નું રજીસ્ટ્રેશન
 • ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-૨૦૦૩ તળે ફીશીંગ લાયસન્સ
 • બોટોની અવર જવર પર નિયંત્રણ
 • ડીઝીટલાઇઝડ બોટ રજીસ્ટ્રેશન
 • માછીમારોને બાયોમેટ્રીક કાર્ડ
 • http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gujaratindia.com, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, જી.એસ.ડબલ્યુ.એ.એન : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2017
 • DigiLocker
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation